મોરબી તાલુકા પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંતર્ગત વિવિધ ફેક્ટરીઓમાં ચેકીંગ કામગીરીમાં હોય ત્યારે જુદા જુદા પાંચ કારખાનામાંથી જાહેરનામાના ભંગ કરતા પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં કારખાનાઓમાં પરપ્રાંતિય મજૂરોની વિગતો મોરબી એસ્સુર્ડ એપ્લિકેશનમાં રજીસ્ટર ન કરી કે સંબંધિત કચેરીમાં જાણ ન કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવેલ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પીપળી ગામની નિરવાના બાથવેર ફેક્ટરી, પ્રો-સ્ટોન કારખાનું, બેલા-રંગપર ગામે એ.આર.કે. ઈન્ડસ્ટ્રીઝ, જાંબુડીયા ગામની મોજાકા ગ્લાસકોર્ડ ફેક્ટરી અને રાજપર જીઆઈડીસીમાં આવેલી કૈલાશ ઇન્ડસ્ટ્રીઝમાં આ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેથી તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે બીએનએસની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.