મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાંમાંથી લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જનાર આરોપીને તથા ભોગ બનનારને તાલુકા પોલીસ ટીમ દ્વારા શોધી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પોકસો સહિતની કલમ હેઠળના ગુનાની વિગતો મુજબ ગયા ફેબ્રુઆરી માસમાં મોરબી તાલુકા લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાંથી આરોપી સાહીલ દયારામ નાનો ફરીયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી લઇ ગયો હતો, ત્યારે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી હતી.
ઉપરોક્ત ગુણની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસાર હેડ કોન્સ. હરદિપસિંહ ઝાલા તથા કોન્સ.કુલદિપભાઇ કાનગડ તથા હરવિજયસિંહ ઝાલાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી ભોગબનનાર તથા આરોપીને સુરત શહેર પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી શોધી કાઢી આરોપી સાહુલ ઉફે સાહિલ દયારામ લોદી ઉવ.૨૦ રહે. બડેગાવ મશરીયા થાના ગાજીપુર જી.ફતેપુર ઉતરપ્રદેશ વાળાની ઉપરોક્ત ગુનામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ભોગબનનારને તેમના માતા-પિતાને સોંપવામાં આવી છે.