Thursday, March 6, 2025
HomeGujaratમોરબી તાલુકા પોલીસે બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે...

મોરબી તાલુકા પોલીસે બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત મંજૂર કરતા પોલીસ સબ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં ટીમ બનાવી આરોપીને પકડી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક મોરબીના રાહુલ ત્રિપાઠી (IPS)ની સુચના મુજબ એસ.કે ચારેલ પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (આહીર) મોરબી વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. જે ઇસમની તાત્કાલિક અટકાયત કરવા માટે મોરબી ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક એસ.એચ સારડાના માર્ગદર્શન હેઠળ એસ.કે. ચારેલ પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.સગારકા સાથે પોલીસની એક ટીમ બનાવી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાની તા. ૫/૦૩/૨૦૨૫ ને ૦૨:૩૦ વાગ્યે પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….

જેમાં એસ.કે ચારેલ પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, એસ.એન સગારકા પોલીસ સબ ઇન્સપેકટર તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!