Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના કેરાળા (હરિપર)ગામેથી સાત ઇસમોને જુગાર રમતા પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મોરબીના કેરાળા (હરિપર)ગામેથી સાત ઇસમોને જુગાર રમતા પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

ગુજરાતના ડી.જી.પી. દ્વારા પ્રોહી./જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગએ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે, રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રૂ.૪૫,૩૨૦/- રોકડ સાથે પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા પંકજભા ગુઢડાને સંયુકત રાહે મળેલ ખાનગી બાતમીના આધારે પીએસઆઇ વી.જી.જેઠવાને સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે, હમીરભાઇ જેસંગભાઇ નારેજાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં રેઇડ કરવા સુચના કરતા સ્થળ પર જુગાર રમતા હમીરભાઇ જેસંગભાઇ નારેજા, પ્રાણજીવનભાઇ તળશીભાઇ વિલપરા, અંબારામભાઇ નાનજીભાઇ વિડજા, મગનભાઇ દેવજીભાઇ જશાપરા, બચુભાઇ ગોવિંદભાઇ વાઘડીયા, ગોરધનભાઇ ચકુભાઇ કાચરોલા તથા સુરેશભાઇ કાનજીભાઇ કાવર નામના કુલ સાત ઇસમોને રોકડ રૂ.૪૫,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!