મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામીક નામનાં કારખાનામાં થયેલ ખૂનના ગુન્હામાં આરોપીને મોરબી તાલુકા પોલીસે શોધી કાઢ્યો છે. આરોપીએ પોતાની પત્નિની ચારિત્ર્ય પર શંકા કરી છરી વડે ગળાના ભાગે ધા મારી મૃત્યુ નિપજાવનાર આરોપી માલવીયનાનો અણીયારી ટૉલટેક્સ પાસે ઉભો છે અને પોતાના વતન જવાની ફીરાકમાં છે જે બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેન્જમાં બનતા શરીર સબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો તા.૦૩/૧૧/૨૦૨૪ નોંધાયો હતો. જે આરોપી મૃત્યુ પામનાર ધાપુબાઇના પતિ થતા હોય અને આરોપીની પત્નિ મરણ જનાર ધાપુબાઇ છેલ્લા છ-સાત મહીનાથી તેના વતનમાં રહેતી હોય અને તેનો મોબાઇલ ફોન આ કામના આરોપી કનૈયાલાલ પાસે હોય જે ફોનમાં કોઇ અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી, આરોપીને ધાપુબાઇ ઉપર શંકા જતા આરોપીની ઓરડીએ આવતા, આરોપી ધાપુબાઇને કહેલ કે તારા ફોનમાં કોઇ છોકરાનો ફોન આવે છે. તારે તેની સાથે શું સબંધ છે. ? તેમ કહી મરણ જનાર ધાપુબાઇ ઉપર ચારિત્રય અંગેની શંકા કરી, ઝગડો કરી, આરોપીએ છરીથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે છરીના ઘા મારી ગળાના ભાગે કાપા જેવી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ખૂન કરી નાખ્યું હતું. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગુન્હામાં સંડોવાયેલ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર I/C એન.એ.વસાવાના માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટે સર્વેલન્સ સ્ટાફના મણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુન્હાનો આરોપી શોધી કાઢવા પ્રયત્નસીલ હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંન્દ્રસિંહ પઢીયાર, પોલીસ કોન્સ્ટેબલ શકર્તાસિંહ જાડેજાને બાતમી મળી કે આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય નાનો અણીયારી ટૉલટેક્સ પાસે ઉભો છે અને પોતે પોતાના વતન જવાની ફીરાકમાં છે જે બાતમીને આધારે અણીયારી ટોલટેક્સ પાસેથી ગુન્હાને અંજામ આપનાર ૩૩ વર્ષિય કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય રહે. કીઠોર ગામ તા.ગુલાના જી.સાજાપુર (એમ.પી.) હાલ-મુરાનો સીરામીક ફકેટરીમાં, બેલા ગામની સીમ, મોરબી વાળાને પકડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસની હાથ ધરવામાં આવી છે.
જેમાં પોલીસ ઇન્સપેકટર I/C એન.એ.વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એ.એસ.આઇ.સબળસિંહ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર, ચંન્દ્રસિંહ પઢીયાર, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ મુંધવા, અરવિંદભાઇ મકવાણા, કુલદિપભાઈ કાનગડ, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખીલ, અર્જુનસિંહ પરમાર, શકતીસિંહ જાડેજા, યશવંતસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.