Tuesday, April 8, 2025
HomeGujaratમોરબી તાલુકા પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપીને વલસાડના ચનોઇ ખાતેથી પકડી પાડ્યો

મોરબી તાલુકા પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપીને વલસાડના ચનોઇ ખાતેથી પકડી પાડ્યો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર લીડસન સીરામીકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે વલસાડ જિલ્લાના ચનોઈ ગામે સિદ્ધાર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી શોધી આરોપી વિશાલ ગોરધનભાઈ મેધવાલને પકડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી હતી….

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે, રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી /શરીર સંબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૫૦૬૨૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ -૧૩૭(૨),૮૭,૬૪(૨) (આઈ)(એમ), ૬૫(૧),૫૪ તથા પોક્સો અધિનિયમ કલમ – ૫(એલ),૬,૧૭ મુજબ ગુન્હો તા. ૨૧/૦૧/૨૦૨૫ ના સાંજના આશરે સાતેક વાગ્યા પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ લીડસન સીરામીકમાં બન્યો હતો. જે ગુન્હો તા. ૧૯/૦૩/૨૦૨૫ ના ૦૮:૩૦ વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરી લઇ જઈ આરોપી વિશાલ ગોવર્ધનભાઇ વર્માએ અવારનવાર શરીર સંબંધ બાધી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આરોપી અશોકભાઈ ગોરીલાલ વર્માએ આરોપી વિશાલના કહેવાથી ભોગ બનનારને લઈ જઈ આરોપી તેમજ ભોગ બનનારને રહેવાની વ્યવસ્થા કરી આપી ગુનો કરવામાં મદદગારી કરી હતી. જે અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાહુલ ત્રીપાઠી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી, પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલે અલગ-અલગ પોલીસની ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને વિશાલ ગોરધનસિંગ મેઘવાલને વલસાડ જીલ્લાના ચનોઈ ગામે સિધ્ધારર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી શોધી તા. ૬/૦૪/૨૦૨૫ ના ૦૫:૪૦ વાગ્યે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં પોલીસ ઇન્સેક્ટર એસ.કે.ચારેલ,એ.એસ.આઇ. નાયણભાઈ છૈયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ સોનાગ્રા, ભગીરથભાઇ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેશભાઈ મંઢ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!