મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને શહેરના ટીંબડી પાટિયા નજીકથી દબોચી લેવામાં આવ્યો છે, જેમાં તાલુકા પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રાજસ્થાની આરોપીને ઝડપી લઈ હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ ૩૧૬(૩), ૩૧૭(૨) હેઠળ નોંધાયેલ ગેસ કટિંગના ગુનામાં આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે-જમ્બા કી ઢાળી જી-ફલોદી(જોધપુર) રાજસ્થાન વાળાને છેલ્લા છ માસથી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલના સીધા માર્ગદર્શન હેઠળ કોન્સ.અજયભાઇ રાયધનભાઇ લાવડીયા તથા વિજયભાઇ નાથાભાઇ ડાંગરને ખાનગીરાહે બાતમી મળી કે ઉપરોક્ત આરોપી સુનિલકુમાર બીશ્નોઈ હાલ મોરબીના ટીંબડી પાટીયા પાસે હોય જેથી મળેલ બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.