Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીનાં નાગડાવાસ ગામમાં ચાલતું ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી તાલુકા...

મોરબીનાં નાગડાવાસ ગામમાં ચાલતું ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ કરવા પોલીસ તંત્રને સૂચનો કરેલા છે. પોલીસ બેડાએ ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી આવી પ્રવૃતિઓ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમિયાન મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં આવેલ ખેતરમાંથી ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, PSI વી.જી જેઠવાને ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં દેવરાજભાઇ સુખાભાઇ બરારીયાના ખેતરમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા કરી ગેસનું કટીંગ કરવામાં આવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા ટેન્કર ચાલક તથા અન્ય ઇસમો રાત્રીના અંધારાનો લાભ લઈ ખુલ્લા ખેતરમાં વાહનો મુકી નાસી ગયા હતા. ત્યારે GJ-12-2 9815 નંબરનાં ટેન્કરમાંથી રબ્બરની બંને બાજુ વાલ્વવાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા રેઇડ દરમ્યાન ટેન્કર, ગેસના 70 સિલીન્ડર, બંને સાઇડ વાલ્વવાળી એક રબ્બરની પાઇપ, ટાટા કંપનીની ઇન્ટ્રા કાર, મારૂતિ કંપનીની ઓમની કાર અને હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મળી કુલ રૂ.૨૯,૯૮,૪૭૪/- નો મુદ્દામાલ મળી આવતા નાસી જનાર ટેન્કરના ચાલક, મારૂતિ ઓમની કારનો ચાલક, ટાટા એન્ટ્રા કારનો ચાલક અને સ્પ્લેન્ડરના ચાલાક એમ કુલ ચાર ઇસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ કે. એ.વાળા,પીએસઆઈ વી.જે.જેઠવા , એએસઆઇ જયદેવસિંહ ઝાલા,દિનેશભાઈ બાવળિયા , ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા,અરવિંદભાઈ મકવાણા,રમેશભાઇ મુંધવા અને કેતનભાઈ અજાણા સહિતના દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!