મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આગામી દિવાળી પર્વ અનુસંધાને અસરકારક પેટ્રોલીંગ કરી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે દિવાળી પર્વ અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધ રી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એ.વાળાએ સુચના કરેલ કે, આગામી દિવાળી પર્વ અનુસંધાને સઘન પેટ્રોલીંગ રાખવુ જેથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન કોન્સ્ટેબલ વાસુદેવ સોનગ્રાનીને ખાનગી રાહે હકીકત મળેલ કે, ત્રણ ઇસમો વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાસ્પદ રીતે આટા ફેરા કરતો હોય જેથી હકીકત વાળી જગ્યાએ જતા ત્યા બે ઇસમો ઉભા હોય જેઓને હાજરી બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાંથી ૨૫ મોટરની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી તેમની પાસે નાની મોટી પંદર મોટર મળી આવેલ હોય જેની કુલ રૂ.૮૭,૦૦૦/- તથા બે મોબાઇલ રૂ.૭૫૦૦/- ગણી કુલ રૂ. ૯૪૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓ જાવીદભાઇ સલીમભાઇ સૈયદ (રહે વાંકાનેર દાતાપીરની દરગાહ પાસે જી મોરબી), આસીફભાઇ ઇબ્રાહીમ કૈડા (રહે વાંકનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ જી.મોરબી) તથા અખ્તરભાઇ આદમભાઇ મકરાણી (રહે વાંકાનેર પેડક દિગવિજયનગર જી મોરબી)ને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.