મોરબી તાલુકાના નેકસેસ સિનેમા પાસેથી એક ઇગ્લીશ દારૂ ભરેલી કારનો પીછો કરી કુબેર ફાટક પાસેથી સ્વિફટ કારમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૧ કિંમત રૂ. ૫૩,૭૫૬/- તેમજ સ્વીફટ કાર મળી કુલ કિંમત રૂ. ૩,૫૩,૭૫૬/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી કાર ચાલક સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે પ્રોહી /જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ તરફથી વધુમાં વધુ પ્રોહી /જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી.જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં આવતા આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સંગારકાએ સર્વેલન્સ સ્ટાફના પણસો સાથે પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજભાઇ લોખીલ, રામદેવસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગરને સંયુક્ત બાતમી મળી કે, “એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ કાર રજી.નંબર- GJ-36-8-727 જેના આગળના કાચમાં જય મચ્છો માં લખેલ છે જે ગાડીમાં ગેર કાયદેસર રીતે પાસ પરમીટ વગર ઇંગ્લીશ દારૂ ભરી જે નવલખી બાયપાસ રોડ થઇ મોરબી તરફ આવે છે. જે બાતમીના આધારે નવલખી બાયપાસ ખાતે નેકસેસ સિનેમા સામે વોચ ગોઠવી સ્વીફટ કાર આવતા કાર ચાલક પોતાની કાર યુ-ટર્ન મારી ભગાવીને કુબેર ફાટક પાસે સ્વીફટ કાર મુકી નાસી ગયો હતો. જે કારમાંથી ભારતીય બનાવટની વાઇટ લેક વોડકા ઓરેન્જ ફલેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલી. ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૫૧ રૂ.૫૩,૭૫૬/- અને મારૂતી સુઝુકી સ્વીફટ કાર રજી.નં. GJ-36-B-727 રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિંમત રૂ. ૩,૫૩,૭૫૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સિફ્ટ કાર GJ -36-B-727 ચાલક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
જેમાં પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા, એ.એસ.આઇ.ભુપતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંન્દ્રસિંહ પઢીયાર, દેવશીભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ કેતનભાઇ અજાણા, રમેશભાઈ પુંધવા, ભગીરથભાઈ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ફુલદિપભાઇ કાનગડ, વિજયભાઇ ડાંગર, અરવિદભાઇ મકવાણા, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ લાવડીયા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરવિંદભાઈ મકવાણા, અર્જુનસિંહ પરમાર, યસવં