મોરબી તાલુકા પોલીસ ટીમે રાજયવ્યાપી ડીઝલ ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને પકડી પાડ્યા છે. મોરબી તાલુકાના મકનસર સીમમાં બનેલ વણશોધાયેલ ડીઝલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ૩,૬૧,૪૫૦ ના મુદામાલ સાથે પકડી પાડયા છે. જ્યારે ડીઝલ લેનાર અને વાહન આપનાર સહિત પાંચ આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક શરાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ વધારે બનતા હોય જે અટકાવવા તેમજ મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના પી હતી. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૫૨૫૧૩૭૭/૨૦૨૫ ભારતિય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૩),૫૪ મુજબ નો ગુનો દાખલ થયો હતો. જે વણશોધાયેલ ગુન્હા માટે પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે દરમ્યાન સર્વેલન્સ ટીમના માણસો વણશોધાયેલ ડીઝલ ચોરી ગુન્હો શોધી કાઢવા પ્રત્યનશીલ હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શકિતસિંહ કીશોરસિંહ જાડેજા, રમેશભાઇ રાજાભાઇ મુંધવા, કેતનભાઈ જીવણભાઇ અજાણા, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ લોખીલ ને બાતમીને આધારે ડીઝલ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમો અજયભાઇ છનાભાઈ ચોહાણ, જીગ્નેશભાઇ ભરતભાઇ ખેર, વિક્રમભાઇ ભગવાનસિંગ ચાવડા, ધમેન્દ્રભાઇ પ્રવિણસિંહ પરમારને પકડી પાડયા છે. જ્યારે મોંબતસિંહ ધીરૂભાઇ પરમાર ( ચોરી કરેલ ડીઝલ લેનાર ), નીકુલભાઇ દીલુભાઇ પરમાર ( ચોરી કરેલ ડીઝલ લેનાર ) બળદેવભાઇ પટેલ ( ચોરી કરેલ ડીઝલ લેનાર ) તેમજ દેવરાજભાઇ ઉર્ફે દેવાભાઇ બળદેવભાઇ કોપેણીયા અને રૂતુરાજસિંહ બળદેવસિંહ પરમારે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બલેનો કાર ડીઝલ ચોરી કરવા આપી હતી. જે વાહન તેમજ મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે એક નંબર વગર ની બલેનો કાર ચેસીસ નંબર MBHEWB22SLJ521156 કિંમત રૂ.૩,૫૦,૦૦૦/-, ખાલી પ્લાસ્ટિક ના કેરબા નંગ-૧૧ કિંમત રૂ ૫૫૦/-, નાના મોટા ડીસમીસ નંગ-૦૪ કીરૂ ૪૦૦/-, એક પકડ કીરૂ ૧૦૦/-, નાના મોટા પાના નંગ-૦૪ કિંમત રૂ ૪૦૦/-, બે એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂ. ૧૦,૦૦૦/-ડીઝલ કાઢવાની પ્લાસ્ટિક ની પાઇપ મળી કૂલ મુદામાલ ૩,૬૧,૪૫૦/- નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. આરોપીઓ હાઇવે રોડ ઉપર તેમજ પાર્કીંગમાં પડેલ વાહનો માંથી ડીઝલ ટેન્ક ઢાંકણા પાના-પકડ થી તોડી પાઇપ મારફતે ડીઝલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. જેમાં આરોપી જીગ્નેશભાઇ ભરતભાઇ ખેર વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ, દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઇ બળદેવભાઈ કોપેણીયા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ અને અજયભાઈ છનાભાઈ ચૌહાણ વિરૂદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૬ ગુન્હા અને વિક્રમભાઈ ભગવાનસિંગ ચાવડા વિરૂદ્ધ બે ગુન્હા નોંધાયેલા છે.
જેમાં પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્રારા કામગીરી કરવામાં આવી હતી