Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસે ઇગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો

મોરબી તાલુકા પોલીસે ઇગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો

મોરબી તાલુકા પોલીસે તાલુકા વિસ્તારમાં આવેલ જુના જાંબુડીયા ગામની સીમ સન ફ્લાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ગણનાપાત્ર ઇગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડી ૪૪,૩૫૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુના જાંબુડીયા ગામની સીમ સન ફ્લાવર કારખાના સામે બાવળની કાંટમાંથી સોનુભાઈ અમલીયાર વાળો ઇગ્લશ દારૂની બોટલો છુપાવેલી હતી. તેવી ખાનગી માહિતી મળતાં પોલીસે રેઇડ કરી આરોપી સોનુભાઈ અમરૂભાઈ અમલીયાર વાળો પાસેથી ઇગ્લિશ દારૂની બોટલો નંગ ૪૭ કિંમત રૂ. ૩૯,૯૫૦ તથા ભારતીય બનાવટના બિયરના ટીન નંગ ૪૪ એમ ઇગ્લિશ દારૂની બોટલો તથા બિયર ટીન મળી કુલ બોટલ નંગ ૯૧ કુલ કિંમત રૂ. ૪૪,૩૫૦ ના મુદ્દામાલ કબ્જે કરી ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!