Tuesday, December 24, 2024
HomeGujaratભરણપોષણના કેસમાં છેલ્લા દોઢેક માસથી પેરોલ પર ફરાર આરોપીને પકડી પાડતી મોરબી...

ભરણપોષણના કેસમાં છેલ્લા દોઢેક માસથી પેરોલ પર ફરાર આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપી તથા પેરોલ જંપ કેદીઓને પકડી પાડવા સુચના કરેલ હોય અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે ફેમીલી કોર્ટ – રાજકોટના ભરણપોષણના છેલ્લા દોઢેક માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

અમાલતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની સૂચના અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓ તથા પેરોલ જંપ કેદીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય ત્યારે નામદાર ફેમીલી કોર્ટ રાજકોટના ભરણપોષણના આરોપી હરેશભાઇ કરશનભાઇ રાઠોડ (રહે. નવાગામ આંબેડકરનગર, થાનગઢ, જી.સુરેન્દ્રનગર) નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન તા ૧૦/૦૪/૨૦૨૩ થી દિન-૩૦ પેરોલ રજા ઉપર મુકત થયેલ હોય જેઓને તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય જેઓ નિયત સમયે જેલ ખાતે હાજર નહીં થઇ પેરોલ જંપ કરેલ હોય અને પેરોલ જંપ ફરાર કેદી મોરબી તાલુકાના જાંબુડીયા બ્રિજ પાસેથી પસાર થનાર હોવાની મોરબી તાલુકા પોલીસની ટીમને ખાનગીરાહે બાતમી મળતા મળતા તેના આધારે પેરોલ જંપ ફરાર કેદીને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!