મોરબી તાલુકા પોલીસે તાલુકાના રંગપર ગામની સીમમાં વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ગણનાપાત્ર રોકડ ૨૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સિરામીક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજાવાળામાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા મહેશકુમાર રઘુવીરપ્રસાદ નીસાદ, બ્રજેશ નન્હા અહિવાર, સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિશાદ, રામનરેશ મૂલચંદ નિસાદ, રાજેશકુમાર શ્યામબિહારી યાદવ, રાજકુમાર બિરેન્દ્ર નીસાદ, શિવમ દાલચંદ નીસાદ, ધર્મેન્દ્ર કુમાર, સંતોષકુમાર નીસાદ અને રવિ કુમાર તેજાસાહ શાહ એમ કુલ નવ આરોપીને પકડી તેમની પાસેથી રોકડ ૨૪,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.