રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને સૂચનો કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબીના જુના ઘુંટુ રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, અમુક ઈસમો મોરબીના જુના ઘુંટુ રોડ પર આકૃતિ સિરામીક પાછળ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા ઉદીત નારાયણ પ્રજાપતિ, રામબલી રસપાલ રઇદાસ, આનંદકુમાર નવાબસિંગ કુસ્વાહા, નિતીનકુમાર રામપાલસિંહ સિસોદીયા, નિરજ ભૈયાલાલ પરીહાર, રાજુકુમાર મિશરીલાલ કોરી તથા સુજીતકુમાર રમેશકુમાર સોનકર નામના કુલ સાત આરોપીઓને રોકડા રૂ.૧૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.