મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારો માંથી કોપર વાયર ચોરી કરતા કુલ છ ઈસમોને ૧,૯૦,૦૦૦/- મુદામાલ સાથે પકડી પાડયા છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે ચોરી થયેલ કોપર વાયર / કોપર કેબલ ભરી ઘુંટુ રોડ સોના સીરામીક સામેથી રીક્ષા નીકળશે જે બાતમીના આધારે વોંચ ગોઠવી સી.એન.જી રિક્ષામાં ચોરી કરેલ કોપર/કેબલ વાયર ભરેલ છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ, રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપતા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એન.આર મકવાણા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી ભટ્ટના સર્વેલન્સ સ્ટાફ માણસો સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રેટ્રોલીંગ હતા. જે દરમિયાન પોલીસ હેડ કોન્સ મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ રાજાભાઇ મુંધવાને સંયુકત બાતમી મળેલ કે એક સી.એન.જી રિક્ષા નંબર GJ-03-AW-7021 વાળી ચોરી કરેલ કોપર વાયર / કોપર કેબલ ભરી ઘુંટુ રોડ સોના સીરામીક સામેથી પસાર થશે જે ખાનગી બાતમીને આધારે તપાસ દરમ્યાન બાતમી હકીકત વાળી સી.એન.જી રીક્ષા રજી.નં.GJ-03-AW-7021 વાળી નિકળતા જે ચેક કરતા તેમાં પાંચ ઇસમો કોપર વાયરના જથ્થા સાથે મળી આવ્યા હતા. જે જથ્થાનો આધાર પુરાવા કે બિલ માંગતા તેમની પાસે કોઇ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવતા ઇસમોને બી.એન.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુજબ તા.૧૬/૧૦/૨૦૨૪ ના ૧૧ વાગ્યા આસપાસ અટક કરી પુછપરછ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ કારખાનામાં કોપર/ ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરીની કબુલાત આપી હતી. જેમાં આરોપી જીતેન્દ્રભાઈ જીવાભાઇ પરમાર, વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર, અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા, વિરેનભાઇ વિજયભાઇ રાઠોડ અને ગુલામભાઇ જુસબભાઇ ખોલુરાની અટકાયત કરી હતી. જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્હામાં ગયેલ ૧૦૦ કીલો કોપર / ઇલેકટ્રીક કેબલ વાયર મળી આવતા કબ્જે કર્યો હતો. તેમજ અલગ-અલગ જગ્યાએ ચોરી કરેલ કોપર/ ઇલેકટ્રીક કેબલ વાયર સાથે મળી આવતા પોલીસે કુલ ૧૮૦ કિલો કોપર ઇલેક્ટ્રિક વાયર કિંમત રૂ. ૯૦,૦૦૦ તથા એક સી.એન.જી. રિક્ષા ૧,૦૦,૦૦૦ ગણી કુલ ૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં આરોપીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭ જગ્યાએ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. જેની વધુ તપાસ એ.એસ.આઇ એસ.વી સોલંકી દ્વારા શરૂ કરવામાં આવી છે.
જેમાં પોલીસ ઇન્સપેકટર એન.આર મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી ભટ્ટ, એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ મુંધવા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, ફુલદીપભાઇ કાનગડ, દેવશીભાઇ મોરી, દિપસિંહ ચૌહાણ તેમજ યશવંતસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.