છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે આજે મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના બગથળા ગામે તળાવની પાળે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસની કાર્યવાહિ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવએ પ્રોહીબિસન જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડીવાયએસપી પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી, જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલ બાતમી હકીકતનાં આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આજરોજ મોરબી તાલુકાના બગથળા ગામે તળાવની પાળે જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા (રહે. બગથળા, તા.જી.મોરબી) તથા નરેન્દ્રસિંહ નવલસિંહ પરમાર (રહે, બગથળા, તા.જી.મોરબી) નામના બે ઇસમોને રોકડ રૂ.૨૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે