મોરબીમાં વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઘુંટુ ગામની સીમમાં હોલો સીરામીક કારખાનાની સામેથી મોરબી તાલુકા પોલીસે એક ઈસમને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે ઘુંટુ ગામની સીમમાં હોલો સીરામીક કારખાનાની સામે જાહેર રોડ ઉપર રેઈડ કરી નરેન્દ્રભાઇ મુળજીભાઇ રાઠોડ (રહે-ઘુંટૂ ગામ,આંબેડકરનગર તા.જી.મોરબી મુળ રહે-સોલડી તા.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર) નામના શખ્સને ભારતીય બનાવટની રોયલ કલાસીક વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૭ બોટલનાં રૂ.૫૯૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









