મોરબી જિલ્લામાં થર્ટી ફસ્ટની રાત્રીએ રેલમછેલ કરવા સંઘરી રાખેલ વધુ એક દારૂના જથ્થા પર પોલીસે રેઇડ કરી 67 હજારની કિંમતની જુદી જુદી બ્રાન્ડનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે રફાળેશ્વર ગામેંથી દારૂના જથ્થા સાથે બે આરોપીને પકડી લીધા હતા.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેં આવેલ જી.આઇ.ડી.સીમાં હરિ પ્લાસ્ટ ઇન્ડીયા નામના કારખાનાની બાજુની ઓરડીમાંથી થર્ટી ફસ્ટને રંગીન બનાવવા દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતા મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે ઓપરેશન હાથ ધાર્યું હતું આ રેઇડ દરમિયાન ઓરડીમાં છુપાવેલ વિદેશીદારૂનીજોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોય વ્હીસ્કીની નંગ -૦૯ બોટલ કિં.રૂ .૧૩,૫૦૦, તથા ધ ગલેનલીવેટ 12 યર ઓલ્ડ સિંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ -૧૧ કિ.રૂ .૪૭,૩૦૦, મેકડોવેલ્સ નં .૦૧ ડીલક્ષ કલેકશન વ્હીસ્કીની બોટલ નંગ -૧૨ કિં.રૂ .૪૫૦૦, કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ ટીનના બીયર નગ -૧૮ કિં.રૂ ૧૮૦૦ મળી કુલ ૩,૬૭,૧૦૦ ના જથ્થા સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ મગનભાઇ ભોરણીયા અને જતીન છગનભાઇ છત્રોલાને ઝડપી લીધા હતા.