Sunday, April 12, 2026
HomeGujaratમોરબી તાલુકા પોલીસનો સપાટો : હેરીયર કારમાંથી લાખોનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી...

મોરબી તાલુકા પોલીસનો સપાટો : હેરીયર કારમાંથી લાખોનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ પર સ્મશાન પાસે પોલીસે દરોડો પાડી હેરીયર કારમાંથી લાખોનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પ્રોહીબીશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જુના ઘુટુ રોડ પર સ્મશાન પાસે વોચ ગોઠવી GJ-03-MB-5847 નંબરની ટાટા હેરીયર કારને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 મી.લી.ની કુલ 1776 ઇંગ્લીશ દારૂની બોટલો (કિંમત અંદાજે રૂ. 6,13,200) મળી આવી હતી. ઉપરાંત બે મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂ.11,78,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડિયાને ઝડપી પાડ્યો છે, જ્યારે માલ આપનાર અજાણ્યો અને માલ મંગાવનાર સિરાજભાઈ લીંગડીયા સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!