રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે પ્રોહિબિશન/જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહિબિશન/જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામે રેઈડ કરી બે સ્થળોએથી જુગાર રમતા ૦૮ જુગારીઓને દબોચી લીધા હતા.
પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટિમને મળેલ બાતમી હકીકતનાં આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ. વાળાએ સર્વેલન્સ પી.એસ.આઇ. તથા સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના ઘુંટુગામ ગુંદીનાકા પાસેથી ખુલ્લી જગ્યામાં જાહેરમાં રેઇડ કરતા જુગાર રમતા રફીકશા નથુશા શાહમદાર (રહે,મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે તા.જી.મોરબી), જેન્તીલાલ સવજીભાઇ કાવઠીયા (રહે, મહેન્દ્રનગર નવાઝાંપા પાસે તા.જી.મોરબી), જયદિપ અણદાભાઇ આલ (રહે. મોરબી૧,વાવડીરોડ મીરાપાર્ક શેરી,તા.જી.મોરબી) તથા સાગર દેવજીભાઇ માલકીયા (રહે. ઘુંટુ,ગુંદીનાકુ,તા.જી.મોરબી) નામના ચાર ઇસમોને રોકડ રૂ.૨૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી હકીકત આધારે આજરોજ મોરબી તાલુકાના ધૂંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઇ નરશીભાઇ દંતેસરીયા (રહે.ધુંટુ,દાળમાદાદા ના મંદિર ની પાછળ,તા.જી.મોરબી), રવિભાઇ રમેશભાઇ અઘ્યામા (રહે. ધુંટુ,દાળમાદાદાના મંદિરની પાછળ તા.જી.મોરબી), શામજીભાઇ રમેશભાઇ દંતેસરીયા (રહે. ધુંટુ,પંચમુખીહનુમાન પાસે પેલી શેરીમા,તા.જી.મોરબી) તથા યોગેશભાઇ મનુભાઇ બારોટ (રહે.ધુંટુ,પંચમુખીહનુમાન પાસે,શેરી નં-૩.તા.જી.મોરબી, મુળ રહે.બરવાળા ઘેલાશા તા.જી.બોટાદ) નામના ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.