મોરબી તાલુકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી ૮,૦૩,૬૬૦/- ની કિમતના ૪૨ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપતાં નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.આર. મકવાણા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી તાલુકાના અરજદારોના ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના આપતા જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આર્મ્ડ મહીલા પોલીસ કોન્સ્ટેબલ શોભનાબેન નાઓએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી કુલ ૪૨ જેટલા ૮,૦૩,૬૫૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક સાથે પરત આપી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી તાલુકા પોલીસે સાર્થક કરી બતાવ્યુ છે.