મોરબીમાં ગત તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને પોતાના ઘરે જતા કેશીયર સાથે પોતાની કાર ભટકાડી દઈ તેની પાસેથી અજાણ્યા ત્રણ ઈસમોએ કડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી લૂંટ ચલાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ મોરબી ક્રાઇમ બ્રાંચે ૭ આરોપીઓની રૂ.૧૫,૦૦,૦૦૦/- ઈ રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી. જે બાદ આજે બાકી રહેતા રૂ-૧૪,૦૦,૦૦૦/- પણ મોરબી તાલુકા પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં અગાઉ જીલ્લાની એલ.સી.બી. શાખાએ કુલ-૭ આરોપી તથા રોકડ રૂ.૧૫,૦૦,૦૦૦/- તપાસના કામે રીકવર કરેલ જેની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એ.વાળા કરતા હોય તેમની ટીમે આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના પોલીસ રીમાન્ડ મેળવી, રીમાન્ડ દરમ્યાન લુંટમાં ગયેલ બાકીના રૂ.૧૪,૦૦,૦૦૦/- આરોપીઓની ઉંડાણપુર્વક યુક્તિ પ્રયુક્તિ વાપરી પુછપરછ કરી બાકીની રકમ આરોપીઓએ ભાગ પાડવા માટે રાખેલ જે રોકડ રકમ રૂ- ૧૪,૦૦,૦૦૦/- હળવદના સરારોડ, રઘુનંદન સોસાયટીમા મકાન ભાડે રાખી રહેતા આરોપી શકિતસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહીલના મકાનમા સંતાડેલ હોવાની હકિકત આપતા આરોપીને સાથે રાખી તેઓએ જણાવેલ જગ્યાએ તપાસ કરતા લુંટમાં ગયેલ બાકી રહેલ મુદામાલ રોકડા રૂ. ૧૪,૦૦,૦૦૦/- કાઢી આપતા ગુન્હાના કામે કબ્જે કરેલ છે. આમ લુંટમા ગયેલ કુલ રૂ-૨૯,૦૦,૦૦૦/- ની તમામ રકમ રીકવર કરવામા આવી છે.