મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ખાતેથી એક બાળક મળી આવ્યું હતું. જેની જાણ ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસને કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયા એ ટેલિફોનિક જાણ કરેલ કે એક બાળક નીચી માંડલ ખાતે બસ માંથી ઉતરી ભૂલો પડલે છે. જેની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ રૂબરૂ જઇને બાળકી તપાસ કરતા એમપી ના જામ્બુવા જિલ્લાના રાણાપુર તાલુકાના રામપુર ગામનો આઠ વર્ષીય વિજય રમેશભાઈ મૈડા આદિવાસી હોવાનું સામે આવતા બાળકે જણાવેલ સરનામે તપાસ કરતા બાળકના સગા મામા પપ્પુભાઈ કિશનભાઇ ડામોર પડધરી તાલુકાના ખોડાપીપર ગામ ઓટાળાની સીમમાં સુરેશભાઈ લાલજીભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરતા હોવાનું જાણવા મળતાં તેને બાળક હેમખેમ સુપ્રત કરવામાં આવ્યો હતો. ત્યારે વિજય ને શોધતા તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વિજયને તેના સગા મામા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે.