છેલ્લા કેટલાક દિવસથી પરિવારથી વિખુટા પડી ગયેલા મુકબધીર દિવ્યાંગ યુવાનનું 22 દિવસ બાદ પરિવારને શોધી સુખદ મિલન કરાવાયું
મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયાની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન એક યુવાન સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો હતો જેમાં ગત તા.૨૨/૦૫/૨૦૨૧ ના રોજ એક દિવ્યાંગ યુવાન માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને યુવાનનું નામ-સરનામું મેળવવા પ્રયત્ન કરતા તે યુવાન મુકબધીર અને દિવ્યાંગ તેમજ અભણ હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ મોરબી તાલુકા પીઆઈ મુળુંભાઈ ગોઢાણીયા સહિતની ટિમ દ્વારા જુદી જુદી સંસ્થાનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું પંરતુ આમ છતાં મોરબી તાલુકા પોલીસને કોઇ સફળતા મળી નહતી જેથી દિવ્યાંગને પરીવારના એક સભ્યની જેમ ૧૯ દિવસ સુધી મોરબી તાલુકા પોલીસ મથકે યુવાનને રાખી જીવન જરૂરીયાતની સવલતો પુરી પાડી અને રોજ અલગ અલગ સોશ્યલ મિડીયાના માધ્યમથી અલગ અલગ શહેરો, સ્થળો, પોલીસ સ્ટેશન, ભાષા, ફોટાઓ દિવ્યાંગને બતાવતા ઓરીસ્સા ભાષા તથા જગન્નાથ મંદિરના ફોટાઓ જોતાની સાથે જ પોતે ત્યાંનો હોવાની હાથના ઇશારાઓથી પ્રતિક્રિયા વ્યક્ત કરતો હોય જેથી મોરબી તાલુકાના સિરામીક વિસ્તારમાંથી ઓરીસ્સા રાજ્યના અલગ અલગ મજુરોના સંપર્ક કરી ગઇકાલ યુવાન દિવ્યાંગનો એક વિડીયો બનાવી ઓરીસ્સા રાજ્યના મજુરોની મદદથી ફેસબુક જેવા સોશ્યલ મીડીયાના માધ્યમથી વાયરલ કરતા આજરોજ મજકૂર દિવ્યાંગના પરિવાર જનો આ બાબતે હકીકત મળી આવેલ હોય અને પરિવારથી વિખુટા પડેલા આ યુવાનના રાજયના ગામનો એક શ્રમિક આવી દિવ્યાંગની ઓળખ આપતા જે બાબતે દિવ્યાંગના પરિવાર જનો સાથે વિડીયોકોલથી વાતચીત કરાવી હતી અને બાદમાં મોરબી તાલુકા પોલીસે આ દિવ્યાગનું નામ બુધ્યાસીંગ બીરાસિગ સુકાસિંગ (રહે. ગામ-ખાનનગર, પોસ્ટ-ખાનનગર, પંચાયત સમિતી સદર, બાલાસોર જી.બાલાસોર, ઓરીસ્સા) વાળો હોવાનું જાણવા મળતા દિવ્યાંગ યુવાનને સિયારામ સિરામીકમાં કામ કરતા તેના ગામના રંગા કટી દલેઇ (રહે. ભુલાશાહી, ખાનનગર, બાલેશ્વર, ઓરીસ્સા) વાળાને સોંપી અને તેના ઘર અને પરિવાર સુધી પહોંચાડવા મોરબી એસપી સુબોધ ઓડેદરા અને રેન્જ આઈજી સંદીપ સિંઘે વ્યવસ્થા કરી છે.ત્યારે આ બાબતે પરિવાર જનોએ પણ મોરબી પોલીસનો આભાર માન્યો છે.આ કામગીરી થી આરોપીઓ સામે કડક વલણ અપનાવતી પોલીસનો માનવતા મહેકાવતો ચહેરો પણ સામે આવ્યો છે.