Wednesday, November 13, 2024
HomeGujaratમોરબીનાં ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી...

મોરબીનાં ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ કીમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી વેચાણ કરતા હોય છે. ત્યારે આવી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહિબિશન જુગારના કવોલીટી કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય અને આ ઝુંબેશ દરમ્યાન મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે નાઇટ રાઉન્ડ દરમ્યાન વાહન ચેકીંગ અંગેની કામગીરી કરતા હતા. દરમ્યાન એક બોલેરો પીકઅપ વાહનનો ચાલક પોતાની બોલેરો પીકઅપ લઇ ગાળા તરફથી આવતો હોય જે પોલીસને જોઇ પોતાની બોલેરો યુ-ટર્ન વાળી નાસવા જતા તુરત જ પોલીસ સ્ટાફ સાથે તેનો પીછો કરતા બોલેરો વાહનનો ચાલક ગાળાથી ગુંગણ તરફ જતા રસ્તે ખેતરમાં પોતાની GJ-04-AT-3544 નંબરની બોલેરો મુકી નાસી જતા બોલેરો પીકઅપમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૧૧૪ પેટી એટલે કે ૧૩૬૮ બોટલનો રૂ.૪,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કુલ રૂ.૭,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી નાસી જનાર બોલેરો પીકઅપ ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!