Wednesday, January 15, 2025
HomeGujaratઉકરડામાં છુપાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યો :...

ઉકરડામાં છુપાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યો : આરોપી ફરાર

મોરબી જિલ્લામાં વધતી દેશી તથા વિદેશી દારૂની બદીને અટકાવવાની જિલ્લા પોલીસવડાની સૂચનાથી મોરબી તાલુકા પોલીસની ટિમોએ પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન તેઓએ બાતમીના આધારે લુંટાવદર ગામની પછવાડાના સીમ વિસ્તારમાં રેઇડ કરી ઉકરડાની આડમાં છુપાવેલ રૂ.૧૩,૨૩૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે પોલીસને આવતી જોઈ જતા આરોપી સ્થળ પરથી ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લુંટાવદર ગામની પછવાડાના સીમ વિસ્તાર પાસે દીનેશભાઇ રામજીભાઇ ધરમઠીયાના રહેંણાંક મકાનની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં ઉકરડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી ઉકરડામાં છુપાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેક ડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી કંપનીની શીલબંધ રૂ.૧૩,૨૩૦/-ની કિંમતની ૨૭ બોટલો મળી આવી હતી. જો કે પોલીસને આવતી જોઈ જતા આરોપી દીનેશભાઇ રામજીભાઇ ધરમઠીયા સ્થળ પરથી નાશી છૂટ્યો હતો. જેને લઇ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્‍હો પ્રોહીબીશન એકટની કલમ-૬૫.એ.ઇ.૧૧૬(બી). મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!