ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ કીમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી વેચાણ કરતા હોય છે. ત્યારે આવી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીંશ દારૂના જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી આનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલા તરફથી વધુમાં વધુ પ્રોહી જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોરબી તાલુકાના રવિરાજ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા હોય તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળેલ કે, ધરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે. જે મળેલ હકીકતના આધારે સ્થળ પર જઇ ચેક કરતા GJ-36-IC-0948 નંબરની મારૂતિ બલેનો કારમાંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૧૨૦ બોટલનો રૂ.૬૨,૪૦૦/-ની કિંમતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ તથા કાર મળી કુલ રૂ.૩,૬૨,૪૦૦ા-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ફરાર આરોપીએ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.