રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીનો તમામ મુદ્દામલ રીકવર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે એક રહેણાંક મકાનમાંથી સોનાની ૦૪ લેડીઝ-જેન્સ વિંટી, સોનાનુ ચેન તથા ચગદુ, સોનાની ૦૨ ઝમર બુટ્ટી, સોનાની ૦૪ બુટ્ટી તથા સોનાનુ એક લોકેટ તથા રોકડા એક લાખ રૂપિયા મળી કુલ રૂ.ર,રર,૫૦૦/- ના મુદ્દામલની ચોરી થયેલ હોય જેથી ગુન્હો શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસની ટીમ તપાસમાં હતી. તે દરમ્યાન સદરહુ ગુન્હો શોધી કાઢવા ફરિયાદી તથા સહેદો તેમજ બાતમીદરોથી તેમજ ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી આ ગુન્હા કામે ચોરી કરનાર ઇસમને પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા એક લાખ કબ્જે કરી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલેલ છે અને મજકુર ઇસમ નિર્મલપુરી કરશનપુરી ગોસ્વામી (રહે-દેલમાલ તા.ચાણસ્મા જી.પાટણ)ને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે.