Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી મીરરના અહેવાલ બાદ મોરબી તાલુકા પોલીસ જાગી:પીપળી ગામે સોસાયટીમાંથી ઇગ્લીશ દારૂના...

મોરબી મીરરના અહેવાલ બાદ મોરબી તાલુકા પોલીસ જાગી:પીપળી ગામે સોસાયટીમાંથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડ્યો

મોરબી મીરરના અહેવાલ બાદ મોરબી તાલુકા પોલીસ સફાળી જાગી છે. અને મોરબી તાલુકાના પીપળી ગામની સીમ માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લિશ દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસે એક ઇસમને પકડી પાડયો છે. જો કે, હજુ પણ મોરબી જિલ્લાના સૌથી મોટા પોલીસમથકમાં દેશી દારૂના અડ્ડા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીને મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, માનસધામ સોસાયટી નં.૦૧, આરોપી કેતનભાઇ કુબેરભાઈ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે તેવી હકીકતને આધારે રેઇડ કરી આરોપી કેતનભાઇ પરમારને પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૩૫ કૂલ કિં.રૂ.૧૬,૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!