મોરબી જિલ્લો બનતા બદીઓ પણ એક પછી એક વિકાસ પામી છે ત્યારે એક પછી એક એસપી અને રેન્જ આઇજી પણ આવતા ગયા બદલાતા ગયા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોરબી તાલુકા પોલીસમથકમાં માજા મુકી છે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ ને નેવે મુકી પોતાના તાબા હેઠળ મોરબી જિલ્લાનો જિલ્લામાંથી બદલી થયેલ એક અધિકારી ચલાવતા હોવાનો પણ સુર ઉઠવા પામ્યો છે જોકે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ખૂબ જ ગંભીર અને હોશિયાર છે તેઓએ આ વાત પણ ગંભીરતા પૂર્વક નોંધ લેવી જરૂરી છે.
જેમાં મોરબી તાલુકા વિસ્તાર સૌથી મોટો છે ત્યારે મોરબી તાલુકામાં 128 ગામો આવે છે અને સૌથી મોટા વિસ્તાર માં બદીઓ પણ જોરશોર થી અવકાશ પામી રહી છે મોરબી તાલુકા પોલીસમથક ક્રિમ પોલીસ મથકની યાદીમાં પણ આવે છે ત્યારે આજની તારીખે મોરબી તાલુકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસરના ધંધાની બે નંબરની આવક આશરે 25 લાખ થી વધુ ની છે જો કે આ વાત અમે નથી કહેતા લોકમુખે ચર્ચાઈ રહેલો આંકડાઓ છે અને આ વાત આજે અમારે કરવી છે જેમાં મોરબી તાલુકા વિસ્તારમાં આવતા મકનસર, રફાળેશ્વર,લીલાપર,બગથળા આઉટ પોસ્ટ ,આમરણ,પીપળીયા સહિતના વિસ્તારમાં આવા અનેક ગેરકાદેસર ધંધા તાલુકા પોલીસની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યા છે.એટલું જ નહિ પોતાના વિસ્તારમાંથી પસાર થતી ખનીજ ચોરીઓની ગાડીઓ હોય કે પછી ગેરકાયદેસર બોકસાઈટ ના કરોડો રૂપિયાના ટ્રકો હોય મોરબી તાલુકાના કર માંથી બચી ન શકે આ સિવાય મોરબી તાલુકા પોલીસમથકમાં કરવામાં આવેલ અરજી માં પણ રૂપિયા આપ્યા વિના કામ થતું નથી ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં આવી છૂટ કોના દ્વારા આપાવમાં આવી છે. ઉલ્લેખ નીય છે કે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સર પ્રાઇઝ વિઝિટ થી લઇ તમામ કડક સૂચનાઓ આપે છે પરંતુ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને ખોટી રીતે કોણ ધ્યાન ભટકાવે છે? ક્યાં એવા અધિકારી છે જે પોતે બદલી થઈ ગઈ છતાં મોરબી પર પોતાનો કબજો અને દબદબો રાખવા માંગે છે એ મોટો પ્રશ્ન છે હાલ મોરબી તાલુકા પોલીસ ના ક્યાં કેટલા કર ચાલે છે એનું લિસ્ટ આવતા અંકે રજુઆત અરજી સાથે મોરબી મીરર દ્વારા પ્રસારિત કરવામાં આવશે અને સત્ય માટે મોરબી મીરર હમેશા તત્પર રહ્યું છે અને રહેશે ત્યારે હવે મોરબી તાલુકા પોલીસની અનૈતિક પ્રવૃત્તિઓનું નૈતિક લીસ્ટ મોરબી મીરર દ્વારા પ્રસારિત પુરાવા સાથે કરવામાં આવશે એટલું જ નહિ જો મોરબી તાલુકા પોલીસ જો આ વાત થી નકારી રહી હશે તો તેને પુરાવાઓ પણ આપવામાં આવશે જેમાં કોઈ શંકા ને સ્થાન નથી હાલ મોરબી તાલુકા પોલીસ સામાન્ય માણસો ને પોતાના ગુલામ અને બૂટલેગરો ને પોતાના મહેમાન ગણે તેવી ઘાટ મોરબી તાલુકા પોલીસમથકમાં જોવા મળી રહ્યો છે જે અન્ય સારા અધિકારીઓ અને પોલીસ માટે અત્યંત શરમ જનક છે.