Tuesday, December 24, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં બગથળા ગામે જુગાર રમતા નવ પકડાયા

મોરબી તાલુકાનાં બગથળા ગામે જુગાર રમતા નવ પકડાયા

મોરબી  : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને પકડી પાડવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં જુગાર બંધી નાબૂદ કરવા જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા ડી.વાય. એસ.પી. ભારા એ  માર્ગદર્શન હેઠળ એ.એ.જાડેજા તથા સર્વલન્સ સ્ટાફના હેડ કોન્સ. નગીનદાસ જગજીવનદાસ નિમાવત તથા હેડ કોન્સ.દિનેશભાઇ હનાભાઇ બાવળીયા તથા કોન્સ.દિવ્યરાજસિંહ જાડેજા તથા અમિતભાઈ વાસદળીયા તથા રમેશભાઈ મુંધવા તથા ફતેહસંગ પરમાર તથા હિતેશભાઇ ચાવડા તથા યોગીરાજસિંહ જાડેજા પેટ્રોલિંગ દરમિયાન કામગીરીમાં હતા બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા આરોપીઓ વિજયકુમાર નરશીભાઇ સાણંદીયા , યશપાલસિંહ ભુપતસિંહ રાઠોડ , સનેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ ધીરૂભાઇ સરવૈયા , અલ્પેશભાઇ રાઘવજીભાઇ કોટીયા , જગદીશભાઇ પરસોત્તમભાઇ રૂદાતલા , મહેશભાઇ રઘુભાઇ માલકીયા , વિનોદભાઇ જશમતભાઇ રાજપરા , ભીમાભાઇ ભુરાભાઇ મકવાણા , વિનોદભાઇ છગનભાઇ વરસડા પાસેથી રોકડ રૂ . 33,120 તથા મોબાઇલ ફોન નંગ 9 ( કિં.રૂ. 10,500 ) તથા એક અલ્ટોકાર ( કિં.રૂ. 1,00,000 ) મળી કુલ રૂ . 1,43,620 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે . આરોપીઓની ધોરણસર અટક કરી તમામ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!