Sunday, December 22, 2024
HomeGujaratમોરબી તાલુકાના આમરણ ગામે ડોક્ટરે મહિલાની છેડતી કરતા મામલો બીચકયો : માફીનામાં...

મોરબી તાલુકાના આમરણ ગામે ડોક્ટરે મહિલાની છેડતી કરતા મામલો બીચકયો : માફીનામાં બાદ મામલો થાળે પડ્યો

આમરણમાં જ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડો.રૈયાણી દ્વારા મહિલાના બીભત્સ ચેન ચાળા કરતા મામલો બીચકયો : ડોકટર ગાડી મૂકી નાસી છૂટ્યો બાદમાં ટોળાએ ડોકટર ને પકડી મેથી પાક ચખાડ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના આમરણ ગામે ખાનગી ક્લિનિક ધરાવી પ્રેક્ટિસ કરતા ડો.રૈયાણી એક મહિલા દર્દી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અને છેડતી કરી હોવાની વાત મહિલાએ પરિવાર જનોને કરતા પરિવાર જનો ક્લિનિક આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે આમરણ ગામના લોકોને પણ જાણ કરી હતી જેના પગલે ક્લિનિક પર લોકોના ટોળા એકત્ર થયા હતાં જેના પગલે ડોક્ટર ગાડી મૂકી નાસી ગયો હતો જો કે બાદમાં ડોકટરને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડી શાન ઠેકાણે લાવી દીધી હતી જેમાં ડોકટર રૈયાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે થોડાં સમયથી બીમાર છે કઈ ખબર ન પડી શુ થયું ? અને કેમ થયું હાલ બધું પતિ ગયું છે તેમ કહી બાદમાં વાત કરવા જણાવ્યું હતું જો કે આ છેડતી કરવાનો આ બનાવ મોરબી પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જેમાં આ બનાવ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી જેમાં આ ડો.રૈયાણી દ્વારા આવી છેડતી કરી હોવાની ટુક સમયમાં બીજી ઘટના હોય આમરણ ગામના લોકો એ પણ આ વાતની ગંભીર નોંધ લીધી હતી જેમાં બાદમાં ડો.રૈયાનીએ માફી માંગી બીજી વાર આવું નહિ કરવાની બાહેધરી આપતા મામલો મહા મુસીબતે શાંત પડ્યો હતો જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!