Sunday, November 10, 2024
HomeGujaratમોરબી:ટેમ્પોએ શેરીમાં ચાલીને જઈ રહેલા ૪ વર્ષના બાળકને હડફેટે લેતા માસુમનું મૃત્યુ...

મોરબી:ટેમ્પોએ શેરીમાં ચાલીને જઈ રહેલા ૪ વર્ષના બાળકને હડફેટે લેતા માસુમનું મૃત્યુ નીપજ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં જુબેદા મસ્જિદ પાછળની શેરીમાં પોતાના દાદા સાથે ચાલીને ઘરે જઈ રહેલા ૪ વર્ષીય માસુમને ટેમ્પોએ હડફેટે લેતા બાળક ટેમ્પોના આગળના વ્હીલમાં નીચે આવી જતા માથામાં ગંભીર મૂંઢ ઇજાઓ પહોંચતા તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી-૨ કાંતિનગરમાં જુબેદા મસ્જિદની પાછળ શેરીમાં અશોક લેલન(બડા દોસ્ત)ટેમ્પો વાહન રજી.નં. જીજે-૩૬-વી-૩૯૪૧ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને એકદમ ગફલાતભરી રીતે ચલાવી વળાંક લેતા શેરીમાં પોતાના દાદા યુનુસભાઈ જુમ્માભાઈ અજમેરી સાથે ચાલીને જઈ રહેલા ૪ વર્ષીય અનશ ઈમ્તિયાઝભાઈ અજમેરીને હડફેટે લેતા અનશ ટેમ્પોના આગળના વ્હીલમાં નીચે આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં માસુમ બાળકને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ટૂંકી સારવારમાં માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બાળકના દાદા યુનુસભાઈ દ્વારા આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવમાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!