મધ્યપ્રદેશ રાજયના શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ
આજે તા. ૧ના રોજ મધ્યપ્રદેશ રાજયના શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોય. જેથી, આરોપી તથા ભોગ બનનારની તપાસમાં બ્યોહારી પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા પેરોલ ફર્લો સ્કવોડ તેઓની સાથે મદદમાં રહી આરોપી સુનિલ ઉર્ફે સનમ શ્રીજવાહર બસૌર (ઉ.વ.૨૨, રહે. છતૈની તા.જયસીંગનગર જી.શહડોલ (રાજસ્થાન))ની તપાસ કરતા રફાળેશ્વર ગામ, શિવમ ઇસ્ટેટ સામેલ આવેલ ગેલેક્ષી પેકેંજીગ કારખાનાની બાજુમાં આવેલ મજુરની ઓરડી ખાતેથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને મળી આવ્યા હતા. પોલીસે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બ્યોહારી પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે.
આમ, છેલ્લા અઢી વર્ષથી સગીર વયની બાળાના થયેલ અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સફળતા મળેલ છે.
આ કામગીરીમાં વી.બી. જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી, મોરબી તથા પો.સબ ઇન્સ. એન.બી.ડાભી તથા એ એસ,આઇ. રસિકભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, વિગેરેનાઓ રોકાયેલા હતાં.