રોહીદાસ પરા ખાતે આવેલ આર. એસ.એસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીસ સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર ખાતે પશ્ચિમ ક્ષેત્રના સંચાલક ડૉ. જયંતીભાઈ એસ. ભાડેસિઆ ના ૬૬ માં જન્મદિવસ નિમિતે સામાજિક સમરસતા વિષય તરીકે ઉજવવામાં આવ્યો હતો.
આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ. ભાડેસિઆના ૬૬માં જન્મદિવસ નિમિત્તે તા. ૨૪/૦૨/૨૦૨૫ ને સોમવારના રોજ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. રોહીદાસપરા ખાતે આવેલ આર એસ એસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર ખાતે બાલિકા પ્રીતિ બેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ. જયંતીભાઈનું સ્વાગત કરી વિસ્તારના લોકોએ પ્રાર્થના, શ્લોક સાથે ૨૧ દીવડાઓ પ્રગટાવીને શુભ કામનાઓ પાઠવી હતી. બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને ડૉ. ભાડેસિઆ તરફથી સ્કુલ બેગ અને પરીક્ષા કીટ ભેટમાં આપવામાં આવી હતી. સામાજિક સમરસતાના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.સાહેબ ને ડૉ.બાબા સાહેબ આંબેડકર જી ની સુંદર કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. પ્રવીણભાઈ ચાવડા દ્વારા ઉપસ્થિત તમામને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, મનસુખભાઇ કાવર, કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. તેમજ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા, પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ રામાણી,જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વાઘેલા તેમજ દિલીપભાઈ દલસાનીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.