Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી : રવાપર નજીક કેનાલમાં ડૂબેલા ત્રણ વર્ષનાં બાળકનો મૃતદેહ મળી આવ્યો

મોરબી : રવાપર નજીક કેનાલમાં ડૂબેલા ત્રણ વર્ષનાં બાળકનો મૃતદેહ મળી આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબીના રવાપર ચોકડી નજીક ચોકીદાર તરીકે કામ કરતા કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા રવાપર ગામ નજીક કેનાલમાં પડી જતાં ડુબી ગયો હતો જે બનાવની જાણ કરવામાં આવતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ પણ મોડી સાંજ સુધી બાળકનો પત્તો લાગ્યો ના હતો. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી બાળક જે જગ્યાએ કેનાલમાં પડ્યું તેની આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી બાદમાં કેનાલ બંધ કરવામાં આવી હતી અને મોડીરાત્રીના કેનાલમાં પાણી ઓછુ થતા ફાયરની ટીમ દ્વારા ફરી શોધખોળ હાથ ધરવામાં આવતાં અંતે બાળકનો મૃતદેહ ઉમિયા સર્કલ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો. બનાન અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!