ગુજરાત રાજ્યની શાળાના ઉત્સાહી શિક્ષકો વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે નવતર પ્રયોગ કરી તેના અદભુત ઉકેલ મેળવે છે. જે નવતર પ્રયોગોને શોધવાનું કાર્ય GCERT (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ) કરી રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આવા નવતર પ્રયોગ કરનારા શિક્ષકોની પસંદગી ઇનોવેશન ફેસ્ટિવલમાં કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકા કવિતાબેન ભટાસણાએ ઝોન કક્ષાએ નંબર મેળવતા એવોર્ડ એનાયત થતાં સમગ્ર શ્રેય શિક્ષક પિતા પ્રાગજીભાઈને આપી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાત રાજ્યની તમામ શાળાના ઉત્સાહી શિક્ષકો વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે નવતર પ્રયોગ કરી તેના અદભુત ઉકેલ મેળવી રહ્યા છે. જે નવતર પ્રયોગોને શોધવાનું કાર્ય GCERT (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ) કરી રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આવા નવતર પ્રયોગ કરનારા શિક્ષકોની પસંદગી ઇનોવેશન ફેસ્ટિવલમાં કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત તાલાલા ખાતે રાજ્ય કક્ષાનો 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ-2025 નું તા. 18 થી 20 માર્ચ 2025 એમ ત્રણ દિવસ યોજવામાં આવ્યો હતો. જે ફેસ્ટિવલમાં વિવિધ ઝોનમાંથી સિલેક્ટ થયેલી 41 ઇનોવેશન રજૂ કરાયાં હતાં. જેમાં રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકા મુળ નાના દહીસરાના કવિતાબેન પી. ભટાસણા ઝોન કક્ષાએ નંબર મેળવી રાજ્ય કક્ષાએ પોતાનું વિજ્ઞાનમાં સ્વરચિત ઉખાણા અને રમતો દ્વારા અધ્યયન ઇનોવેશન રજૂ કર્યું હતું. જેમાં જી.સી.ઈ.આર.ટી સચિવ એચ.જે ડુમરાળિયા, ડાયટ પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ તેમજ ઇનોવેશન સેલના કન્વીનર વૈશાલી ચાવડાએ ઇનોવેશન સ્ટોલની મુલાકાત લિધી હતી. ત્યારે કવિતા ભટાસણાએ તમામ શ્રેય શિક્ષણના જીવ એવા પિતા પ્રાગજીભાઈને અર્પણ કર્યો હતો. જેમનું અવસાન ગત તા. 14 માર્ચ 25 ના રોજ થયું હતું. ત્યારે એવોર્ડ એનાયત થતાં પિતાને શ્રદ્ધાંજલિ રૂપે આપી ત્રીજી વખત રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેરમાં પસંદગીની હેટ્રિક સર્જી દીધી હતી. જે શ્રેય પિતાને આપી ભણાવી ગણાવી લાયક બનાવ્યાની યાદો વાગોળી પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.