Tuesday, May 13, 2025
HomeGujaratમોરબી:જુના આરટીઓ પાસેથી ચોરાયેલ બાઈકનો ભેદ ઉકેલાયો, બે ચોરાઉ મોટર સાયકલ સાથે...

મોરબી:જુના આરટીઓ પાસેથી ચોરાયેલ બાઈકનો ભેદ ઉકેલાયો, બે ચોરાઉ મોટર સાયકલ સાથે એક પકડાયો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શ્રધ્ધા પાર્ક સોસાયટી નજીકથી ચોરાઉ બે મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લીધેલ હતો, આ સાથે પોલીસે જૂની આરટીઓ કચેરી નજીક ચોરાયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપી વાહન ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એન.એ.વસાવાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા આવતા જે બંન્ને મોટર સાઇકલ નંબર પ્લેટ વગરના હોય જે બંન્ને મોટર સાઇકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા, તુરંત પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા બંન્ને મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર સર્ચ કરી જોતા જે પૈકી હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાઇકલ સુજ્ઞેશ ચંદુલાલ પાટડીયા રહે.રાધેશ્યામ શેરી નાની બજાર મોરબીવાળાના નામનુ બતાવતુ હોય તેમજ સુઝુકી કંપનીનુ એકસેસ મોપેડ સુનીતા છગનનાથ બીંડ રહે. ૧૭ અટલજીનગર પાંચાપીર પાસે કતારગામ સુરત વાળાના નામનું બતાવતુ હોય, જેથી હાજર આરોપી અલ્લાઉદીન સમસીરભાઇ સંધવાણી ઉવ.૨૭ રહે.જોસનગર શેરી નં.૧૦ મોરબી મુળ રહે. માલાણી શેરી માળીયા(મી) ગામ વાળાની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત મોટર સાયકલ જુના આર.ટી.ઓ. કચેરી રાજકોટ કંડલા બાયપાસ મોરબી ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય. આ સાથે બી ડિવિઝન પોલીસે બન્ને મોટરસાયકલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!