Tuesday, June 3, 2025
HomeGujaratમોરબી:ઉંચી માંડલ નજીક સીરામીકના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ કર્ણાટકથી પકડાયો

મોરબી:ઉંચી માંડલ નજીક સીરામીકના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ કર્ણાટકથી પકડાયો

મોરબી તાલુકાના ઉંચી માંડલની સીમ નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણનો બનાવ એપ્રિલની ત્રણ તારીખના રોજ બનવા પામ્યો હતો. જે અનડીટેક્ટ ગુન્હામાં મોરબી તાલુકા પોલીસ ટીમે આરોપીને કર્ણાટક રાજ્યમાં બેંગલુરુ શહેર ખાતેથી ઝડપી સગીરાને શોધી કાઢી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી /શરીર સંબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન બી.એન.એસ.ની અલગ અલગ કલમ હેઠળ તા. ૦૩/૦૪/૨૦૨૫ ના સવારના સાડા નવ વાગ્યે મોરબી તાલુકાના ઊંચી માંડલની સીમ નોકેન સિરામિક કારખાના માંથી સગીરાનું અપહરણ થયું હતું. જે ગુન્હો તા. ૧૦/૦૪/૨૦૨૫ ના ૧૦:૪૫ વાગ્યે નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જઈ ગુન્હો કર્યા ફરિયાદ નોંધાવી હતી. જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાહુલ ત્રીપાઠી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી તેમજ પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલે અલગ-અલગ પોલીસની ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. એચ.ભટ્ટ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ગેરીયા, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઇ વોરાએ ટેકનીકલ વર્ક તેમજ હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને કર્ણાટક રાજયના બેગ્લોર શહેર ખાતેથી શોધી કાઢી આરોપી શીકુમાર ઉદ્દે શીપુ બીજય જેનાને તા.૩૧/૦૫/૨૦૨૫ ના કલાક ૦૬:૪૫ વાગ્યે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટ, એ.એસ.આઇ નાયણભાઇ છૈયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઇ ગેરીયા, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઇ સોનાગ્રા, હસમુખભાઇ વોરા, મહેશભાઇ મંઢ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!