મોરબી તાલુકાના પીપળી ગામે એક યુવક દ્વારા જાહેરમાં ખુલ્લી છરી લહેરાવતો અને દેકારો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે આરોપીની તાલુકા પોલીસે અટક કરી તેની સામે જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસે આરોપી અંશુલસિંહ રવિસિંહ સોલંકી ઉવ.૩૦ રહે.મૂળ ભોપાલ હાલ રહે. જુની પીપળી ગામ માનસધામ સોસાયટી મોરબી વાળાએ તા.૨૨/૦૭ના રોજ લોકોમા ભય ફેલાવાના ઈરાદે જાહેરમા પોતાના હાથમા ખુલ્લી છરી હથીયાર રાખી દેકારો કરતો હોય તેવો વિડીયો સોશ્યીલ મીડીયામા વાઈરલ થયેલ હોય જેથી તે આરોપીને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા ગુનો કર્યા બાબતે તેની અટક કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે