Thursday, January 9, 2025
HomeGujaratમોરબી:મોટર સાયકલમાં દારૂની બે બોટલ સાથે નીકળેલ શખ્સને ઝડપી લેવાયો,સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી:મોટર સાયકલમાં દારૂની બે બોટલ સાથે નીકળેલ શખ્સને ઝડપી લેવાયો,સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પંચાસર ચોકડી ખાતેથી મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સને રોકી તેની પાસેથી વિદેશી દારૂની ૨ બોટલ મળી આવી હતી, જેથી તુરંત સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-કે-૦૨૯૫ કિ.રૂ.૫૦ હજાર સાથે આરોપી તંજીર ઉર્ફે તનવીર યુનુસભાઈ ચાનીયા ઉવ.૧૯ રહે.લાતી પ્લોટ શેરી નં.૧૨ મોરબીવાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપીને વિદેશી દારૂ બાબતે સઘન પૂછતાછ કરતા આ દારૂની બોટલો મોરબી જોન્સનગર શેરી નં.૧૨ માં રહેતા આરોપી સાજીદ મહેબૂબભાઈ સુમરા પાસેથી વેચાણ કરવા હેતુ લઈ આવ્યાની કબુલાત આપી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી હાજર નહીં મળી આવેલ આરોપીને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!