Friday, October 18, 2024
HomeGujaratમોરબી:વ્યાજંકવાદ અને વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ સામે પોલીસે પાસાનું શસ્ત્ર...

મોરબી:વ્યાજંકવાદ અને વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ.

બંને આરોપીઓની પાસા તળે અટક કરી ભાવનગર તથા સુરત જેલ હવાલે કરવામાં આવેલ

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના તેમજ ઇગ્લીશ દારૂની અસામાજિક પ્રવૃત્તિમાં અવાર નવાર પકડાયેલ બે ઇસમો સામે મોરબી પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ હતું. બંને ઇસમોની પાસા દરખાસ્ત મંજુર થતા સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ભાવનગર તથા સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મોરબી શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુન્હા આચરતા તેમજ વિદેશી દારુમાં અવાર નવાર પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને અંકુશમાં લેવા પાસા દરખાસ્ત મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ પાસે મોકલવામાં આવી હતી જે અન્વયે મોરબી શહેરમાં અવાર નવાર ઇગ્લીશદારૂના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ સમીરભાઇ રફીકભાઇ પલેજા ઉવ.૨૫ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૬ તથા વ્યાજ વટાવના અવાર નવાર ગુન્હાઓમા પકડાયેલ ઇસમ દુષ્યંતભાઇ ઉર્ફે કિશનભાઇ મહેશભાઇ અજાણા ઉવ.૨૩ રહે.મોરબી ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોકનં.એમ-૯૮૪ ની જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી બંને આરોપીઓની અટકાયત કરી, આરોપી સમીરભાઈ રફીકભાઈ પલેજાને ભાવનગર જેલ તેમજ દુષ્યંતભાઇ ઉર્ફે કિશનભાઇ મહેશભાઇ અજાણાને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!