આરોપી વિરૂધ્ધ છેતરપીડીના ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ(હરીયણા), મહારાષ્ટ્ર, રાજયોમાં ગુન્હા દાખલ થયેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના કેસનો વોન્ટેડ આરોપી કે જે છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હોય તે આરોપીને તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે બિહાર રાજ્યમાંથી પકડી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯માં નોંધાયેલ છેતરપિંડી, વિશ્વાસઘાતની અલગ અલગ કલમો હેઠળના ગુનાનો આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લકુમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો ઉવ.૨૯ રહે-ચકલાઇગામ તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર વાળા છેલ્લા છયેક વર્ષથી નાસતા-ફરતા હોય જેને શોધવા તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલની સૂચનાને આધારે હેડ કોન્સ. મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર, કોન્સ. રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા શક્તિસિંહ કિશોરસિંહ જાડેજાની ટીમ બનાવી બિહાર રાજ્યના ચકવે તા.વરસાલીગંજ જી.નવાદા ખાતે તપાસમાં ગયા હોય, જયાં હ્યુમનસોર્સ તથા ટેકનીકલ વર્ક કરીને ઉપરોક્ત આરોપીને તેના ઘરેથી પકડી હસ્તગત કરવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લકુમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો વિરૂધ્ધ છેતરપીડીના મોરબી સહિત ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ(હરીયણા),મહારાષ્ટ્ર, રાજયોમાં પણ અલગ અલગ ગુન્હા દાખલ થયા હોવાનું તેમજ આ આરોપી ફોન કરીને ખોટી અલગ અલગ પેટ્રોલીયમ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને પેટ્રોલપંપનુ લાયસન્સ આપવાની તેમજ લોન આપવાની લાલચ આપતો હતો, આ સિવાય અલગ અલગ ઓનલાઇન સ્કીમની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીડી આચરવાના ગુનાને અંજામ આપવાની ટેવવાળો છે.
વધુમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબીના તમામ પ્રજાજનોને સંદેશ આપવામાં આવે છે કે, કોઇપણ અજાણ્યા મોબાઇલ ફોન ઉપરથી ફોન આવેતો બેન્ક એકાઉન્ટની ડીટેઇલ્સ આપવી નહી તથા કોઇપણ લીક ઓપન નહી કરવી તેમજ કોઇ પણ સ્કીમની લાલચ આપે તો અજાણ્યા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા નહી તેમજ વોટસઅપ, ફેસબુક, ઇન્સટાગ્રામ એપ ઉપરથી અજાણ્યા માણસોના વિડિયો કોલ ઉપાડવા નહી તેમજ કોઇપણ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવે તો નજીકના પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવા જણાવવામાં આવ્યું છે.