૬ દિવસની સારવારમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકે દમ તોડ્યો
મોરબી તાલુકાના બેલા-પીપળી રોડ ઉપર મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને ત્યાં જ દુકાન ધરાવતા લાલજીભાઈ મનસુખભાઇ પરમાર ઉવ.૩૩ એ ગઈ તા.૧૪/૦૯ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં પોતાની દુકાનમાં કોઈ કારણોસર આખા શરીરે પેટ્રોલ છાંટી દઈ કાંડી ચાંપી દેતા લાલજીભાઈ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે તેઓને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૬ દિવસની ટૂંકી સારવારમાં તા.૧૯/૦૯ના રાત્રીના લાલજીભાઈએ દમ તોડ્યો હતો.હાલ પોલીસે મૃત્યુના બનાવની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.