એ ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલ ૧૩.૪૦ લાખ રોકડ અને દાગીના રિકવર કર્યા.
મોરબી શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડમા ભાડેના મકાનમાં રોકડ અને સોનાના દાગીના ભરેલ થેલો ભુલાય ગયા બાદ તેની ચોરી થયા અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી એ ડિવિઝન પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક મહિલા આરોપી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરી કરેલ ૧૩.૪૦ લાખની રોકડ અને સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાલ પરત મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરોક્ત કેસની ટુક વિગત મુજબ, મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિરની બાજુમા રહેતા હસમુખભાઇ લખમણભાઇ કોઠીયા કર જેઓનું મકાન બનતું હોય ત્યારે ભાડેના મકાનમાં રહેતા હોય,જે બાદ તેમનું મકાન બની જતા ગત તા.૨૫/૦૨ના રોજ ભાડેનું મકાન ખાલી કરી પોતાના નવા રહેણાંક મકાનમા સામાન ફેરવેલ તે દરમ્યાન સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા ભરેલ થેલો ભાડે રહેતા મકાનમા ભુલાઇ ગયેલ હોય, ત્યારે ભાડેનું મકાન પણ પાડવાનું હોય, જે મકાન પાડવા માટે મજુર લોકોને આપેલ હોય જે મજુરોએ સદરહુ થેલાની ચોરી કરી તેમાથી રોકડ રૂ.૩,૨૦,૦૦૦/- તથા સોનાના દાગીના કિ.૧૦,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૪૦,૦૦૦/-ની ચોરી થયેલાની ફરીયાદીની ફરીયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી હતી.
ઉપરોક્ત ચોરીની પોલીસ તપાસ દરમ્યાન, હયમુન સોર્સીસ તેમજ સી.સી.ટી.વી. એનાલીસીસ દરમ્યાન એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. હિતેષભાઇ ચાવડા, કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે મકાનમા ચોરી થયેલ તેમા કામ કરવા આવેલ મજુરો હોવાની બાતમી મળતા તુરંત તે મજુરોની સઘન પુછપરછ કરતા, મજૂરોએ કબુલાત આપી કે તેઓ મકાન પાડવા આવેલ ત્યારે મકાનમા એક થેલો હોય તેમા રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી આવતા તેની તેઓએ ચોરી કરી લીધેલ અને ચોરી કરેલ દાગીના અને રોકડ તેના દલવાડી સર્કલ કેનાલ પાસે આવેલ ઝુપડામા છુપાવેલ હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી રાકેશભાઇ વાગુભાઇ ભીલાભાઇ નીનામા તથા આરોપી મુકેશભાઇ વાગુભાઇ ભીલાભાઇ નીનામા રહે.બંને મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ મુળરહે.જાંબુખંદન તા.બાજના જી.રતલામ (એમ.પી) વાળાની ધરપકડ કરી હતી, જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી જયોતિબેન રાકેશભાઇ વાગુભાઇ નીનામા ની અટક કરવા પર બાકી હોય, જે બાદ સીટી એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપીના ઝુપડામાથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.