Tuesday, May 6, 2025
HomeGujaratમોરબી:રાધાપાર્ક-૨ માં રહેણાંક બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી.

મોરબી:રાધાપાર્ક-૨ માં રહેણાંક બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી.

મોરબી શહેરના છાત્રાલય રોડ ઉઓર આશાપાર્ક સોસાયટી પાછળ આવેલ રાધાપાર્ક-૨ માં રાત્રીના સમયે ઘરની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી થયા અંગેની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં કન્યા છાત્રાલય રોડ આશાપાર્ક સોસાયટી પાછળ રાધાપાર્ક-૨ બ્લોક નં.૩ માં રહેતા અમિતભાઇ મોહનભાઇ પરમારે ગઈ તા.૨૪ અપ્રિલના રોજ રાત્રીના પોતાનું હીરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૧૧-એન-૭૦૦૯ પોતાના ઉપરોક્ત રહેણાંક મકાનની બહાર પાર્ક કર્યું હોય, જ્યાંથી કોઈ અજાણ્યો વાહન ચોર ઈસમ અમિતભાઈનું મોટરસાયકલ ચોરી કરી લઈ ગયો હોય, જે ચોરીના બનાવ બાદ તુરંત અમિતભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસ મથકે રૂબરૂ ફરિયાદ નોંધાવતા, પોલીસે અમિતભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!