મોરબીમાં રવાપર રોડ ઉપર એચડીએફસી ચોક નજીક પાર્ક કરેલ ડ્રીમ યુગા બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ચોરી કરી જોવાની ફરિયાદ અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સામાકાંઠા બિસ્તરમાં સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ નવનીતભાઈ રાવલ ઉવ.૪૬ એ સીટી એ ડિવિઝન પોલીસ મેથકમાં પોતાના નામે રજીસ્ટર્ડ હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.ન. જીજે-૦૩-એચજે-૨૦૨૫ ની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, ઉપરોક્ત બાઇક શૈલેષભાઇ અને તેમનો પુત્ર આદિત્ય પોતાના કામ સબબ ઉપયોગ કરે છે, ત્યારે ગત તા.૨૬/૦૬ ના રોજ તેમનો પુત્ર ડ્રીમ યુગા બાઇક લઈને રવાપર રોડ એચડીએફસી ચોક નજીક આવેલ વૃદાવન ગરબા કલાસીસ માં લઈને ગયો હતો, જે બાઇક આદિત્યએ એચડીએફસી ચોકમાં પાર્ક કર્યું હતું, જે બાદ કલાસીસ રાત્રીના બે વાગ્યે પૂર્ણ થતા, આદિત્ય બાઇક જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં લેવા ગયો ત્યારે ત્યાં ઉપરોક્ત બાઇક જોવા મળ્યું ન હતું, જેથી બાઇક માટે આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ બાઇક નહિ મળતા, શૈલેશભાઈએ પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.