Saturday, June 7, 2025
HomeGujaratમોરબી: અવની ચોકડી નજીક પાર્ક કરેલ ઍક્સેસ મોપેડની ચોરી

મોરબી: અવની ચોકડી નજીક પાર્ક કરેલ ઍક્સેસ મોપેડની ચોરી

મોરબીમાં અવની ચોકડી નજીક પાર્ક કરેલ ઍક્સેસ મોપેડની કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ ચોરી કરી ગયા હોય હાલ વાહન ચોરીના બનાવ અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, શહેરના રવાપર રોડ ઇ ઓન હાઈટ્સ છઠ્ઠા માળે રહેતા અને મૂળ થોરાળા તા.જી.મોરબીના વતની કિશનકુમાર દિલીપભાઈ ગામી ઉવ.૨૯ એ આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગયી તા.૧૪/૦૩ના રોજ કિશનભાઈ તેમના મિત્રની કાર લઈને અમદાવાદ કામ સબબ જતા હોય ત્યારે કાર લેવા મિત્રના ઘરે ગયા તે દરમિયાન કિશનભાઈએ તેમનું ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૫૯૧૦ અવની ચોકડી નજીક પૂજા પાન સામે પાર્ક કર્યું હતું, અને કિશનભાઈ અમદાવાદ જતા રહ્યા હતા, જે બાદ ત્યાંથી ૨૬/૦૩ના રોજ અમદાવાદથી પરત આવ્યા ત્યારે જે જગ્યાએ ઍક્સેસ પાર્ક કર્યું હતું ત્યાં ઍક્સેસ મોપેડ જોવા ન મળતા આજુબાજુમાં તપાસ કરવામાં આવી છતાં ઍક્સેસ ન મળતા પ્રથમ ઇ એફઆઈઆર નોંધાવી છે, હાલ કિશનભાઈની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!