Friday, November 22, 2024
HomeGujaratમોરબી:રીક્ષામાં બેસાડી રાજકોટના પ્રૌઢના થેલામાંથી ૧ કિલો ઉપરના ચાંદીના દાગીના સેરવી લેનાર...

મોરબી:રીક્ષામાં બેસાડી રાજકોટના પ્રૌઢના થેલામાંથી ૧ કિલો ઉપરના ચાંદીના દાગીના સેરવી લેનાર ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે પકડેલ ત્રણ આરોપીઓ પૈકી બે રીઢા ગુનેગારો હોય. હજુ ચોથો આરોપી પોલીસ પકડથી દૂર

- Advertisement -
- Advertisement -

મોરબી સરદાર રોડ, વિજય ટોકીઝ પાસેથી એકાદ મહીના પહેલા રાજકોટથી આવેલ સોનીકામ કરતા પ્રૌઢને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી અગાઉથી પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ત્રણ પેસેન્જરોએ પ્રૌઢની નજર ચૂકવી થેલામાં રાખેલ ૧ કિલો ૪૦ ગ્રામ ચાંદીના દાગીના સેરવી લીધા હોય જેની ફરિયાદના આધારે મોરબી ક્રાઇમ બ્રાંચ/ પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા રીક્ષા ચાલક સહિત ચોરી કરનાર ત્રણ ઇસમોને ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- તથા સીએનજી રીક્ષા સહિતના અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૬૫,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે હજુ એક ચોર ઈસમ આરોપી પોલીસ પકડથી દૂર હોય તેને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ ત્રણ પૈકી બે ચોર આરોપીઓ રાજુલા તથા મહુવામાં બહુ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ઉપરોક્ત ચોરીના બનાવની ટુક વિગત મુજબ ગઇ તા.૨૧ સપ્ટે.૨૦૨૪ ના રોજ મોરબી નવા બસ સ્ટેન્ડના ગેઇટ પાસેથી ફરીયાદી જયસુખભાઇ બચુભાઇ લખતરીયા રહે. રાજકોટ વાળા રાજકોટથી મોરબી અલગ અલગ સોની વેપારીના ઓર્ડર મુજબના ચાંદીના દાગીનાની ડિલેવરી કરવા આવ્યા હોય ત્યારે રાજકોટથી-મોરબી નવા બસ સ્ટેન્ડ બસ મારફત આવ્યા હતા. જ્યાંથી રાજકોટ તરફથી આવતી સી.એન.જી. રીક્ષામાં બેસી મોરબી સોનીબજારમાં જતા હતા ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં રિક્ષાની પાછળની શીટમાં જયસુખભાઈ સાથે બેઠેલ ઇસમોએ તેમની નજર ચુકવી થેલાની ચેન ખોલી થેલામાં રાખેલ ચાંદીના દાગીના જેનુ વજન ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે બાબતે જયસુખભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગે અજાણ્યા રીક્ષાચાલક સહિત ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ચોરીના બનાવ બાબતે મોરબી એલસીબી પીઆઇ એમ.પી. પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. જે દરમ્યાન ગુનાને અંજામ આપનાર રીક્ષા અંગે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ તપાસતા ઉપરોકત ગુનાને અંજામ આપનાર રીક્ષા પીળા કલરના હુડ વાળી જેની પાછળની નંબર પ્લેટ લગાડેલ ન હોય અને પાછળના ભાગે હુડમાં હીરો તથા હીરોઇનના ફોટા વાળુ પોસ્ટર લગાડેલ હોય જે રીક્ષામાં બેઠેલ ઇસમો પૈકી એક ઇસમ અજાભાઈ ભીમાભાઈ સોલંકી રહે.રાજુલા વાળો હોવાનું અને તે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ હોવાનુ અને હાલ ગઈકાલ તા.૧૮ ઓક્ટો.ના રોજ ઉપરોકત રીક્ષામાં ત્રણેક ઇસમો બેસી રાજકોટથી મોરબી તરફ આવનાર હોવાની હકિકત એલ.સી.બી.સ્ટાફના માણસોને મળેલ હોય જે હકિકત આધારે મોરબી ભકિતનગર સર્કલ પાસે વોચ તપાસમાં હતા. દરમ્યાન મળેલ હકિકત આધારે સી.એન.જી.રીક્ષા નં. જીજે-૦૧-ટીએચ-૩૫૬૪માંથી ઉપરોકત ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપી અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી ઉવ.૪૫ રહે. રાજુલા વાવેરારોડ દેવીપુજક વાસ જી.અમરેલી, જોરૂભાઇ ઉર્ફે જોકર જશુભાઇ બારીયા ઉવ.૨૬ રહે. મહુવા નુતનનગર જી.ભાવનગર તથા રાકેશભાઇ ઉર્ફે રાવડી રમેશભાઇ સોરઠીયા ઉવ.૨૮ રહે.મહુવા નુતનનગર જી.ભાવનગરવાળાને ચાંદીના દાગીના સાથે મળી આવતા ત્રણેય આરોપીઓને હસ્તગત કર્યા હતા, આ સિવાય ચોથો આરોપી આકાશ જયંતિભાઇ સોરઠીયા રહે. મહુવા જી.ભાવનગરવાળાને ચોરીના આ ગુનામાં પકડવા પર બાકી હોય જેની શોધખોળ શરૂ કરી છે.

પકડાયેલ રીક્ષા ચાલક સહિત ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ કરતા પોતે ત્રણેય ઇસમો તથા અન્ય એક ઇસમે મળી ઉપરોકત ગુનાને અંજામ આપેલાની કબૂલાત આપતા હોય જેઓની પાસેથી ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/-, રોકડા રૂપીયા-૨૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા એક મોબાઇલફોન મળી કુલ રૂ.૧,૬૫,૫૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપીઓને મુદામાલ સાથે આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.

વધુમાં પકડાયેલ આરોપીઓ ઓટો રીક્ષાના નંબર ન દેખાય તે રીતે નંબર પ્લેટ ઉપર ફુલનો હાર અથવા લાઇટ ફીટ કરી અથવા કપડુ બાંધી શહેરી વિસ્તારમાં નિકળી એકલ-દોકલ પુરૂષોને રીક્ષામાં પાછળની શીટમાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડ રકમ/દાગીના સેરવી ચોરી કરી લેવાની ટેવવાળા હોય, ઉપરોક્ત પકડાયેલ આરોપી અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી ઉવ.૪૫ રહે. રાજુલાવાળા વિરુદ્ધ અમદાવાદ, ભાવનગર તથા રાજુલા પોલીસ મથકમાં ચોરી તથા જુગારધારા હેઠળ ચાર ગુણ નોંધાયેલ છે, જ્યારે આરોપી જોરૂભાઇ ઉર્ફે જોકર જશુભાઇ બારીયા ઉવ.૨૬ રહે.મહુવાવાળા વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં પ્રોહીબીશન અને જીપી એક્ટના અલગ અલગ ૧૩ વખત પોલીસ ચોપડે પોતાનું નામ નોંધાવી ચુક્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!